ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત : SC / ST વિદ્યાર્થીઓને થશે લાભ

ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.

તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે?, ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?, ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?

આ પણ વાંચો : શ્રવણ તીર્થ દર્શન યોજના ૨૦૨૨

ફ્રી શીપ કાર્ડ યોજના શું છે?

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે . ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.

ફ્રી શીપ કાર્ડ યોજના શું છે?

ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો

રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ

( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ

( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ }

( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ

( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ

( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ

( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ

આ પણ વાંચો : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા ૪૬૫ જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત

( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC – ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે.

ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાજ સબમિટ કરવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ ને તે પૂરું ફોર્મ સરખી રીતે ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.

ત્યાર બાદ વેરીફીકેશન માટે 2-3 દિવસ લાગશે અને પછી તમને તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે.

ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

PDF ફોર્મ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment