તમે જાણો છો મતદાન પછી EVMનું શું કરવામાં આવે છે?

મતદાન પછી EVMને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવે છે. તેથી, જ્યારે ઘણા પક્ષોએ તેમની હાર પછી EVM પારદર્શિતાની નિષ્ફળતાની ટીકા કરી છે, ત્યારે ફક્ત 6 પગલામાં જાણો કે તમે મતદાન કર્યા પછી એક અઠવાડિયા સુધી EVM કઈ પ્રક્રિયામાંથી પસાર થશે અને તેની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઈવીએમ સીલ કરવામાં આવે છે

પ્રિસાઇડિંગ ઓફિસર કોઈપણ મતદાન કેન્દ્ર પર મતદાનનો સમય પૂરો થતાંની સાથે જ EVM સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. તેના માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું ખાસ પાલન કરવામાં આવે છે. તમામ બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ અન્ય ચૂંટણી અધિકારીઓ તે મતદાર વિભાગના ઉમેદવાર અથવા તેમના દ્વારા નિયુક્ત કરાયેલા પોલિંગ એજન્ટની હાજરીમાં ઇવીએમને સીલ કરે છે. આ સમયે તેમની સહી પણ ખાસ લેવામાં આવે છે.

સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે

ઈવીએમ સીલ કર્યા બાદ તેને સરકારી વાહન અથવા ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત વાહન દ્વારા જ સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવે છે. આ સમયે ચૂંટણી અધિકારી ઉપરાંત ઉમેદવાર કે તેના પોલિંગ એજન્ટને પણ સાથે રાખી શકાશે.

EVM રૂમને સીલ કરવામાં આવે છે

આરક્ષિત ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા બાદ તમામ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને જે ઈવીએમ મતદાન કર્યું હોય તે સિવાય. જે બાદ ચૂંટણી પંચના નિર્દેશ મુજબ સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવે છે. ચૂંટણીપંચ ઉમેદવારને સીલ અંગે શંકા હોય તો તેને જાતે જ સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની તક પણ આપે છે.

સ્ટ્રૉંગરૂમની સુરક્ષા

સ્ટ્રૉંગરૂમની સુરક્ષાની જવાબદારી એક સનદી અધિકારી અને પોલીસ અધિકારી પર હોય છે.

  • સ્ટ્રૉંગરૂમની ફરતે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સ્ટ્રૉંગરૂમની સૌથી નજીક કેન્દ્રીય સુરક્ષાબળ હોય છે. દ્વિતીય સ્તરની સુરક્ષા રાજ્ય પોલીસનાં સશસ્ત્રદળોને હસ્તક હોય છે અને સૌથી બહાર સામાન્ય સુરક્ષા હોય છે જેમાં મોટા ભાગે પોલીસ હોય છે.
  • સ્ટ્રૉંગરૂમની બાજુમાં જ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવે છે, જે ચોવીસ કલાક કાર્યરત હોય છે.
  • આ દળો રાતદિવસ સતત ઇવીએમની સુરક્ષામાં તહેનાત રહે છે. સ્ટ્રૉંગરૂમ પાસેની હિલચાલ ઉપર ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા (CCTV) દ્વારા નજર રાખવામાં આવે છે અને તેનું રૅકર્ડિંગ કરવામાં આવે છે.
  • સ્ટ્રૉંગરૂમના સીલ પૂર્વનિર્ધારિત સમયે રાજકીયદળોના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને તેનું પણ વીડિયો રૅકર્ડિંગ કરવામાં આવે છે.
  • ત્યારબાદ કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષા હેઠળ તેની હેરફેર કરવામાં આવે છે. જો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે તો અલગ વાહનમાં તેમની પાછળ જઈ શકે છે.

Leave a Comment