ઘરે બેઠા જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

ગુજરાત જન્મ પ્રમાણપત્રો માટે તમામ ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકા કચેરીઓ દ્વારા અરજી કરી શકાય છે. રાજ્યમાં કે કોઈપણ જગ્યાએ જન્મ કે મરણ થાય ત્યારે જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રારને જાણ કરવાની હોય છે. આ નિયમ Registrar of Births and Deaths Acts, 1969 હેઠળની જોગવાઈ છે. જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી ફરજિયાત છે, જે ઘટનાના સ્થળે જ કરવાની રહેશે. જન્મ પ્રમાણપત્રની નોંધણી નજીકના સ્થાને એટલે કે જ્યાં બાળકનો જન્મ થયો હતો ત્યાં જ હાથ ધરવાનું રહેશે.

જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ

પોસ્ટ નું નામ ઓનલાઈન જન્મ/મરણ પ્રમાણપત્ર ગુજરાત ડાઉનલોડ
વિભાગ મહેસૂલ વિભાગ
લાભાર્થીઓ ગુજરાત ના નાગરિક
સત્તાવાર વેબસાઇટhttps://eolakh.gujarat.gov.in/
જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ

ઓનલાઈન જન્મનું પ્રમાણપત્ર

જન્મનો દાખલો એ વ્યક્તિ સાચી ઓળખ મેળવવા માટે પ્રમાણભૂત સર્ટિફિકેટ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરેબેઠા અને ધક્કા ખાધા વગર મળે એ માટે ઇ ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી,આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન મેળવીને તેની પ્રિન્ટ કઢાવી શકશે.જન્મનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારી પાસે અરજી નંબર અથવા મોબાઈલ નંબર હોવો જરૂરી છે.અરજી નંબર જન્મની નોંધણી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર પર સેન્ડ કરવામાં આવશે અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે આ જ નંબર ઉપયોગી થશે એટલે તેને સાચવીને રાખવો.

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કેવી રીતે કરવું

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
  • નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
  • છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.

મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ

મૃત્યુ પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અહેવાલ છે જે નિવાસીનું મૃત્યુ જાહેર કરે છે. તે એક ફરજિયાત પ્રમાણપત્ર છે જે વ્યક્તિના પરિવારના સભ્યો દ્વારા મેળવવાનું હોય છે. મૃત્યુ પ્રમાણપત્ર મૃત્યુની તારીખ, સ્થાન અને કારણની યાદી આપે છે. ગુજરાત રાજ્યમાં થતા દરેક મૃત્યુની નોંધણી તેની ઘટનાના 21 દિવસની અંદર કરવાની હોય છે. ગુજરાત મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા જુઓ.

મરણ નો દાખલો ક્યારે મળશે

  • જો કોઈ સાર્વજનિક સ્થળે મૃત્યુ થાય છે, તો સ્થાનિક પોલીસ ઈન્ચાર્જ અથવા ગામના વડા મૃત્યુની નોંધણી કરી શકે છે.
  • જો કોઈ ઘરમાં મૃત્યુ થાય છે, તો ઘરના વડા સંબંધિત રજિસ્ટ્રાર ઑફિસમાં મૃત્યુની નોંધણી કરવાને પાત્ર છે.
  • જો હોસ્પિટલમાં મૃત્યુ થાય છે, તો સંસ્થા દ્વારા અધિકૃત વ્યક્તિ સંબંધિત રજિસ્ટ્રાર કચેરીમાં મૃત્યુની નોંધણી કરવા માટે જવાબદાર છે.
  • જો જેલમાં મૃત્યુ થાય છે, તો જેલ ઇન્ચાર્જ સંબંધિત રજીસ્ટ્રાર કચેરીમાં મૃત્યુની નોંધણી કરી શકે છે.

મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
  • નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
  • છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.

અગત્યની લીંક

જન્મ નો દાખલો ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
મરણ નો નો દાખલો ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top