ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થયું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયું. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. બીજા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 93-93-93 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત માં થયું મતદાન
આજે પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન કરાયું મતદાન. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. 2 કરોડ 13 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જેમાંથી 6 લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરાયો.
PM મોદી એ કર્યું મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા એક દિવસ પહેલા જ દિલ્હીથી ગુજરાત આવી પહોંચ્યા હતા. તેઓએ મતદાન પહેલા માતા હીરાબાને મળીને તેમને આર્શીવાદ પણ લીધા હતા. ત્યારે તેઓએ આજે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતું. લગભગ અડધો કિલોમીટર સુધી પગપાળા ચાલીને પીએમ મોદી મતદાન બૂથ સુધી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકોએ ભીડ જમાવી હતી. પીએમ મોદીએ સામાન્ય મતદારની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતું.
ગૃહ મંત્રી અમિત શાહ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કર્યું મતદાન
બીજા તબક્કાની 93 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા છે. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું છે. તો કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યુ અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો.
દીવ્યાંગો એ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. નડિયાદમાં દિવ્યાંગ યુવક અંકિત સોનીએ પગથી મતદાન કર્યુ હતું. 25 વર્ષ પહેલા અંકિત સોનીને કરંટ લાગતા બંને હાથ કાપવા પડ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણીમાં અંકિત સોનીએ evm માં પગથી મતદાન કરતા હાજર કર્મચારીઓમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આજે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે.
ઈસુદાન ગઢવીએ કર્યો જીતનો દાવો
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન હજી ચાલી રહ્યું છે. પત્રકારમાંથી રાજકારણી બનેલા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલ ઘુમા વિસ્તારમાં આજે મતદાન કર્યુ હતું.બીજા તબક્કામાં અમારી ગણતરી 52 પ્લસની છે. પરંતુ મતદાનના એનાલિસિસ બાદ ખબર પડશે. પૂર્ણ બહુમત સાથે અમારી સરકાર બનશે.
ગુજરાત માં થયેલ મતદાનની ટકાવારી
આજે થયેલ મતદાનની ટકાવારી જોવા માટે | અહી ક્લિક કરો |
૧૮૨ બેઠકો પર થયેલ મતદાનની ટકાવારી જોવા માટે | અહી ક્લિક કરો |