ગુજરાતમાં 5G નું ટેસ્ટીંગ થઇ ગયું શરુ, ટૂંક સમયમાં થશે ગુજરાતમાં 5G ની શરુઆત

આજે પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં 5G હાઈસ્પીડ ઈન્ટરનેટ સુવિધાની શરૂઆત કરાવી છે, આગામી અમુક મહિનામાં સમગ્ર ભારતમાં આ સુવિધા આપવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ, ગાંધીનગર અને જામનગર એવા શહેરો છે જ્યાં સૌથી પહેલા 5G ની સુવિધા મળશે. એવામાં આજે જ અમદાવાદના થલતેજ વિસ્તારમાં JIO દ્વારા 5G ઈન્ટરનેટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાં 886.92 Mbps ની ડાઉનલોડ સ્પીડ તથા 55.23 Mbps ની અપલોડ સ્પીડ નોંધાઈ હતી.

ગુજરાતમાં 5g નું ટેસ્ટીંગ શરુ

ટ્રાઈ તરફથી પહેલા દેશમાં ચાર જગ્યા પર 5જીનુ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ચાર જગ્યામાં દિલ્હીનુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેંગ્લોરની મેટ્રો, કંડલા પોર્ટ અને ભોપાલની સ્માર્ટ સિટીનો વિસ્તાર સામેલ છે. આ ચાર જગ્યાએ 5જીનુ સફળ ટ્રાયલ થવાના કારણે અહીં તેનુ આખુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનીને તૈયાર છે. રિપોર્ટ મુજબ, દેશના આશરે 10 કરોડથી વધુ લોકો આવતા વર્ષે એટલેકે 2023માં 5જી સેવાઓનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે. આ સાથે આ ગ્રાહક 5જી ઈન્ટરનેટ સેવા માટે 45 ટકાથી વધુ ચૂકવણી કરવા માટે પણ તૈયાર છે.

  • અમદાવાદમાં થયું 5G નું ટેસ્ટિંગ
  • પહેલા દેશની ચાર જગ્યાઓ પર થયું હતું ટેસ્ટિંગ
  • 13 શહેરોમાં 5G

પહેલા ચાર જગ્યાઓ પર થયું હતું ટેસ્ટિંગ

કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલા આ જણાવી ચૂક્યા છે કે દેશમાં 5જીને ધીરે-ધીરે અલગ-અલગ તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 13 શહેરોમાં સૌથી પહેલા 5જી સેવાને લોન્ચ કરવામાં આવી. જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચંડીગઢ, ચેન્નઈ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદ્રાબાદ, કોલકત્તા, જામનગર, લખનઉ, પુણે જેવા શહેરનો સમાવેશ થાય છે. તેના બે વર્ષ બાદ આખા દેશમાં 5જી સેવાનો ઝડપથી વિસ્તાર કરવામાં આવશે.

5Gના ફાયદા

  • 5Gથી ઇન્ટરનેટ યૂઝરને સારી સ્પીડ મળશે
  • વીડિયો ગેમિંગમાં 5Gથી મોટા બદલાવ સંભવ
  • વીડિયો બફરિંગ કર્યા વગર સ્ટ્રીમ થશે
  • ઇન્ટરનેટ કોલિંગમાં અટક્યા વગર સ્પષ્ટ સંભળાશે
  • 2GBની મૂવી 10 થી 20 સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકશે
  • કૃષિક્ષેત્રે ડ્રોનના ઉપયોગથી ખેતરોની સારી રીતે સારસંભાળ થઈ શકશે
  • મેટ્રો અને ડ્રાઈવર રહિત વાહનોને સારી રીતે ઑપરેટ કરી શકાશે
  • વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટના ઉપયોગમાં વૃદ્ધી થશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top