પાલક માતા-પિતા યોજના હેઠળ દીકરીઓને લગ્ન બાદ મળશે રૂપિયા 2 લાખની સહાય

પાલક માતાપિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન બાદ 2 લાખની સહાય અપાશે. પાલક માતાપિતા યોજના હેઠળ દર માસે બાળકને 3 હજારની સહાય અપાય છે : કચ્છમાં અત્યાર સુધી બંને વાલીના અવસાન કે, એકના અવસાન બાદ બીજાએ પુન: લગ્ન કર્યા હોય તેવા 648 બાળકોને લાભ અપાયો છે.

માતા-પિતા બન્નેના અવસાનથી બાળકો નોંધારા, ઓશિયાળા બની જતા હોય છે. આવા બાળકોના કુટુંબ-સગાવ્હાલા હોય તેવા બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજના હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એક્મ દ્વારા બાળકોને 18 વર્ષ સુધી આ યોજનાનો લાભ અપાય છે.

યોજનામાં દર મહિને 3 હજારની સહાય બાળક અને પાલકના સંયુક્ત બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મારફતે જમા કરાય છે. કચ્છમાં અત્યાર સુધી 648 બાળકોને લાભ અપાયો છે અને હાલે 479 બાળકો લાભ લઇ રહ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ યોજનાનો લાભ આપવા અરજદારના ઘરની રૂબરૂ મુલાકાત કરી, તમામ સાધનિક કાગળો તૈયાર કરાવી ઓનલાઇન અરજી કરી અપાય છે.

યોજનાનો લાભ મેળવવા બાળકોના પાલક ઘરે બેઠા https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી પણ કરી શકે છે. વઘુમાં હાલમાં રાજય સરકારના સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા પાલક માતાપિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી બાળકીઓ જયારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ તેમના લગ્ન તા.1/4/2023 બાદ થયા હોય તો તેવી દીકરીઅો જો લગ્ન થયાના બે વર્ષમાં અરજી કરે તો તેમને રૂ.2,00,000/- ની સહાય તેમના બેંન્ક ખાતામાં જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી મંજુર કરી ટ્રાન્સફર કરશે.

2 લાખની સહાય મેળવવા 6 આધારો જોડવા પડશે

આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન થયા બાદ દીકરી જિલ્લા બાળ સુરક્ષા એકમ અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. અરજી સાથે દીકરીના જન્મનો પુરાવો, દિકરીના લગ્ન જેમની સાથે થયા છે તેનો જન્મ તારીખનો પૂરાવો, પાલક માતાપિતા યોજના/મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવ્યો છે તેવો પૂરાવો, લગ્ન નોંઘણીનો દાખલો, આઘારકાર્ડની નકલ, દિકરીના બેન્ક અકાઉન્ટની વિગત (રદ કરેલો ચેક અથવા બેન્ક અકાઉન્ટના નંબરવાળા પાનાની નકલ) સહિતના અાધારો રજુ કરવાના રહેશે અેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.

હોમપેજઅહી ક્લિક કરો

Leave a Comment