PM કિસાન નિધિ : નથી મળ્યો 13મો હપ્તો તો ફક્ત કોલ પર થશે સમાધાન, ફટાફટ ડાયલ કરો આ નંબર

PM Kisan Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Nidhi) ના લાભાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જો પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો (13th installment) હજુ સુધી તેમના ખાતામાં નથી પહોંચ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે સરકાર દ્વારા જારી કરાયેલા ટોલ ફ્રી નંબ(toll free number) ર પર ફોન કરીને તમામ માહિતી મેળવી શકો છો. આપને જણાવી દઈએ કે તાજેતરમાં 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકથી દેશના ખેડૂતોને 13મો હપ્તો ભેટમાં આપ્યો હતો. પરંતુ આ વખતે પણ એવા 2 કરોડથી વધુ ખેડૂતો છે, જેમના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

આ નિયમ ફોલો કરવા જરૂરી

હકીકતમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં પારદર્શિતા લાવવા માટે બે નિયમોનું પાલન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ હજુ પણ દેશમાં આવા કરોડો ખેડૂતો છે. જેમણે નિયમોનું પાલન કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવા ખેડૂતોને જ 13મા હપ્તાથી વંચિત રાખવામાં આવ્યા છે. કારણ કે સરકારે પહેલાથી જ eKYC અને લેન્ડ વેરિફિકેશન કરવું જરૂરી બનાવી દીધું હતું. પરંતુ હજુ સુધી કરોડો ખેડૂતોએ ઈ-કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન કરાવ્યું નથી. જેના કારણે તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 13મો હપ્તો પહોંચ્યો નથી.

અહીં મળશે સંપૂર્ણ જાણકારી

જો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે કોઈ માહિતી જોઈતી હોય, તો તમે ટોલ ફ્રી નંબર 1800115526 પર કોલ કરીને કોઈપણ માહિતી મેળવી શકો છો. આ સિવાય તમે વધુ માહિતી મેળવવા માટે pmkisan-ict@gov.in પર ઈ-મેલ કરી શકો છો. એટલા માટે બેંકના ચક્કર લગાવવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ ટોલ ફ્રી નંબર પર કોઈપણ સમસ્યાનું સમાધાન મળી શકે છે.

Homepageઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top