કોર્ટમાં 3200 જેટલી જગ્યા પર થશે ભરતી, જાણો એક ક્લીક પર તમામ માહિતી

Gujarat High Court Recruitment 2023: સરકારી નોકરી કરવા માંગતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક બમ્પર ભરતી ટુંક સમયમાં આવી રહી છે… કોર્ટમાં 3200 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે… ગુજરાત હાઈકોર્ટ અને વિવિધ કોર્ટ માટે બમ્પર ભરતી કરવામાં આવશે… જેથી સરકારી નોકરી કરવા માંગતા યુવાનો માટે આ ખુશીના સમાચાર છે.

જિલ્લા અને તાલુકા કોર્ટમાં રહેલી ખાલી જગ્યાઓ પર આગામી થોડા દિવસોમાં ભરતી કરવામાં આવશે… જેના માટે હાઈકોર્ટના પત્રના આઘારે કાયદા વિભાગે હાઈકોર્ટ, જિલ્લા-તાલુકાની વિવિધ કોર્ટમાં નવી જગ્યા ઉભી કરવાનો અને ખાલી જગ્યા પર નવી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

કોર્ટમાં 3200 જેટલી જગ્યા પર થશે ભરતી

Gujarat High Court (OJAS) હાઈકોર્ટમાં જુદી જુદી જગ્યાઓ પર ભરતી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે મંજુરી આપી છે.. હાઈકોર્ટમાં જુદી જુદી પોસ્ટ માટે 723 જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે… ગુજરાત હાઈકોર્ટમાં ક્લાસ-1થી લઈને કલાસ 4 સુધીની જગ્યા પર ભરતી કરવામાં આવશે.. એડિશનલ રજિસ્ટ્રાર માટેના પગાર ધોરણની વાત કરીએ તો 1.23 લાખથી 2.15 લાખ રૂપિયા સુધી આપવામાં આવશે.

Gujarat High Court Recruitment 2023

ગુજરાતના જીલ્લા અને તાલુકા કોર્ટેમાં 3200 જેટલી જગ્યા પર ભરતી ઉભી કરવામાં આવી છે. રાજ્યની જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. રજીસ્ટ્રાર, એડિશનલ રજીસ્ટ્રાર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ સાથે જ સિનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ, લાયબ્રેરિયન, વર્ગ-2 માટે ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જગ્યા માટે ભરતી કરાવમાં આવશે… ત્યારે સરકારી નોકરી કરવા માંગતા અને સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે આ એક સુવર્ણ તક છે.

HomepageClick Here

Leave a Comment