આજની વરસાદની આગાહી । આજે આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં વરસાદની આગાહી ન હોય. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને જે આગાહી કરી છે તે ઘાતક છે. આ ત્રણ કલાક કેટલાક જિલ્લાઓ માટે ભારે સાબિત થશે.આ ત્રણ કલાકમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તાપી,દીવ, પંચમહાલ અરવલ્લી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો અલર્ટ છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. આજે 4 જિલ્લાઓમાં વરસાદનું યલો અલર્ટ પર છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો અલર્ટ છે. અમદાવાદમાં આજે પણ વરસાદની હવામાનની આગાહી છે. આગામી ત્રણ કળકને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આ ત્રણ કલાકમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કે, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તાપી,દીવ, પંચમહાલ અરવલ્લી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

નર્મદા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ

Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં 2 થી 12 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 80 ડેમ, જળાશયોમાં 90% થી વધુ ભરાયા છે. નર્મદા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ વચ્ચે ભરૂચનો ગોલ્ડન બ્રિજ અડધી સદીનો રેકોર્ડ તોડીને નર્મદાના નીર 41 ફૂટથી ઉપર પહોંચ્યા છે. રાજ્યમાં નિચાણવાળા વિસ્તારોમાંથી 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ, મોરબી અને આજે પણ ભારે વરસાદની સંભાવના છે.

અત્યાર સુધી નોંધાયેલ વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, આજે સૌથી વધુ વરસાદ કચ્છના રાપરમાં નોંધાયો છે. રાપરમાં 4.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળિયા, હળવદમાં 3 ઈંચથી વદુ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી શહેર અને ટંકારામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદર શહેર, સુરતના બારડોલી, બનાસકાંઠાા વાવ, મોરબીના વાંકાનેર, નવસારીના ગાંડેવીમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 25 તાલુકામાં અડધા ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે.

21 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં અપાઈ આગાહી

21 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે.

22 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ?

22 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ તો પાટણ, મહેસાણા,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Comment