ખેડૂત વ્યાજ સબસીડી યોજના 2022 । કૃષિ લોનના વ્યાજ પર 1.5 ટકા સબસિડી ની જાહેરાત

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ વર્ગો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી યોજના અમલી બનાવેલ છે. જેવી કે ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્‍શન યોજના તથા ikhedut portal પર ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે નવી જાહેરાત કરેલી છે.

સબવેન્શન સ્કીમ ની જાહેરાત

ભારતમાં અને ગુજરાત રાજયમાં ઘણી બધી સહકારી મંડળીઓ આવેલી છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ આવેલી સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે કૃષિ પાકો માટે ધિરાણ આપવામાં આવે છે. આ પાક ધિરાણ ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. રાજ્યના ખેડૂતો આ લોન નિયમિતપણે ભરપાઈ કરે છે. કેટલાક ખેડૂતો કોઈ કારણોસર સમયસર પાક ધિરાણ ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે તે માટે સબવેન્શન સ્કીમનો લાભ મળશે.

સસ્તા વ્યાજદરે અપાશે કૃષિ લોન

સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પુરતી લોન મળી રહેશે. સરકારે ખેડૂતોને લોન માફી આપવાની સાથે ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ફંડમાં વધારાને પણ મંજૂરી આપી દીધી છે. સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રને વેગ આપશે. મોદી કેબિનેટના બુધવારના બે નિર્ણયથી ખેડૂતો સસ્તા દરની કૃષિ લોન લઈ શકશે એક રીતે ખેડૂતોને નવા ૨૦૨૩ વર્ષની ભેટ મળી છે.

ક્રેડિટ કાર્ડથી મળશે લોન

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેના એટલું ગુજરાત તેમજ ભારતના ખેડૂતોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જે પણ ખેડૂતો પાસેથી આ કિશન ક્રેડિટ કાર્ડ નથી તેમને તેમના તાલુકાના કચેરીએ જઇને આ કિશન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે.જે પણ ખેડૂત મિત્ર પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે એક વિશાળ લોન લઈ શકે છે અને તેને ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે.

1.5 ટકા વ્યાજ સબસીડી ની જાહેરાત

મોદી સરકારે ખેડૂતોને એક મોટી રાહત આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એવું જણાવ્યું કે સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે સતત કામ કરી રહી છે. આ બેઠકમાં 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 1.5 ટકા છૂટને મંજૂરી આપવામાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ, 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા જાહેરાત

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા જાહેરાત

અગત્યની લીંક

સતાવાર સાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment