યુવાનો માટે ખુશ ખબર : પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની આવશે ભરતી

Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી : ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભારતી 2023 માહિતી

ભરતી બોર્ડનું નામ લોક રક્ષક ભારતી બોર્ડ (LRB)
પોસ્ટનું નામ પોલીસ કોન્સ્ટેબલ
નોકરીનું સ્થળ ગુજરાત
વેબસાઈટ www.police.gujarat.gov.in

2021-22માં 10 હજારથી વધુ પદો પર કરાઈ ભરતી

નોંધનીય છે કે, આ પહેલા 2021-22માં જ LRD, PSI સહિતના 10 હજારથી વધુ પદો પર પોલીસ ખાતામાં યુવાનોની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફરી નવા જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. એવામાં પોલીસની સરકારી નોકરી કરવા ઈચ્છતા યુવાનોને વધુ એક તક મળશે.

ઉનાળા પછી લેવામાં આવશે પરીક્ષા

ગુજરાત પોલીસ વિભાગ 2023 માં 8000 થી વધુ વિવિધ જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ ભરતી માટેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, અને પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા પછી લેવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી 2023 જગ્યાઓ ની માહિતી

  • બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
  • બિન હથિયારી PSIની 325
  • જેલ સિપાહી પુરુષની 678
  • જેલ સિપાહી મહિલાની 57

Leave a Comment