દેશના મોટાભાગના લોકો હાલમાં 3G અથવા 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, હવે 5G નેટવર્કના રોલ આઉટ પછી, બજારમાં સુસંગત ફોનની માંગ પણ વધી છે. મોબાઈલ ફોન ઉત્પાદકો 5G સુસંગત ફોનનું ઉત્પાદન કરી રહ્યા છે અને ઘણી કંપનીઓએ આવા ફોન બજારમાં લોન્ચ પણ કર્યા છે. કંપનીઓએ 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સવાળા ઘણા ફોન માર્કેટમાં લૉન્ચ કર્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક મોબાઈલ ફોન વિશે જણાવીશું.
રેડમી નોટ 10
Redmi Note 10 એક એવો સ્માર્ટફોન છે જે તમારા બજેટમાં સરળતાથી આવી જશે. તે 6.43-ઇંચ સુપર AMOLED ડિસ્પ્લે ધરાવે છે અને લાંબી બેટરી લાઈફ સાથે આવે છે. આ મોબાઈલમાં Qualcomm Snapdragon 678 પ્રોસેસર આવે છે અને તે 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે જે સારી ફોટોગ્રાફીને સપોર્ટ કરે છે. તેની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે.
Samsung Galaxy M13 5G
આ ફોન 6.5-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. તેનો રિફ્રેશ રેટ 90 Hz છે. ઇન્ટરનલ સ્ટોરેજ 64 GB છે. પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં 2.2 GHz ઓક્ટા-કોર પ્રોસેસર છે. તે 4 જીબી રેમ સાથે આવે છે. તેની બેટરી 5000 mAhની છે. આ ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં તમને 50 MP અને પાછળના ભાગમાં 2 MP કેમેરા મળશે. તેનો ફ્રન્ટ કેમેરા પણ 50 MPનો છે. તેની કિંમત લગભગ 14000 રૂપિયા છે.
iQOO Z6 Lite 5G સ્માર્ટફોન
120Hz રિફ્રેશ રેટ સાથે આવતો iQOO Z6 Lite 5G ફોન એકદમ લેગફ્રી અને એક્ટિવ સ્ક્રોલિંગ સાથે આવે છે. આ બેસ્ટ મોબાઈલઅંડર 15000માં OS Funtouch OS 12 Android 12 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં તમે હાઈ સ્પીડ ગેમિંગનો આનંદ પણલઈ શકો છો. ફોટોસ માટે આ iQOO Z6 Lite 5G પરનો 50 MP આઇ ઓટોફોકસ મેઇન કેમેરા આઉટ-ઓફ-ફોક્સ ઓબ્જેક્ટ્સને ઉકેલવા માટેડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કેમેરા ફાસ્ટ આઈ ઓટોફોકસ ડિઝાઈન સાથે હાઈ રિફ્રેશ રેટ પર આવે છે, જે ઝડપી વસ્તુઓને કેપ્ચર કરીશકે છે. iQOO Z6 Lite 5G મોબાઇલ ફોનની કિંમત રૂપિયા 13999 છે.
Infinix Note 12 5G
ઇનફિનિક્સ એ પંદર હજારથી ઓછી કિંમતમાં આવનારા ફોનમાં એક સારો ઓપ્શન છે. આ ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2400×1080નુ રિઝૉલ્યૂશન અને 80Hzની ટચ સેમ્પલિંગ રેટના સપોર્ટની સાથે આવે છે. ફોનમાં મીડિયાટેક Dimensity 810 5G પ્રૉસેસર અને 50 mpનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 16 mpનો ફ્રેન્ટ કેમેરો પણ છે. ફોનમાં 5000mAhની બેટરી અને 33Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. Infinix Note 12 5Gના 6 જીબી રેમ + 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.
OPPO A31
નો કોસ્ટ EMI મોબાઈલ સાથે બજેટમાં ફોન લેવા માટે OPPO A31 ખૂબ જ સારો વિકલ્પ છે. OPPO A31 એક સિક્રેટ બ્લેક રંગ ધરાવે છે અને ડિઝાઇન ખૂબ જનાજુક અને સ્ટાઇલિશ છે. આ અંડર 15000 બેસ્ટ મોબાઇલ 128 GB ઇન્ટરનલ મેમરી સાથે આવે છે, જેને તમે 256 GB સુધી વધારી શકોછો. OPPO A31 મોબાઇલ 4230 mAH લિથિયમ-પોલિમર બેટરી પેક કરે છે, જેને 45 કલાકનો ટોક-ટાઇમ અને 450 કલાકનો સ્ટેન્ડબાયટાઇમ આપવા માટે રેટ કરવામાં આવે છે. તેમાં 6.5 ઇંચની વોટરડ્રોપ મલ્ટી ટચ સ્ક્રીન છે. OPPO A31 મોબાઇલ ફોનની કિંમત રૂપિયા12490 છે.
ઉપરના દરેક ફોનની તમે ઓનલાઈન એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો.ખરીદી કરતા પહેલા જાતે એક વાર રિસર્ચ કરી લેવું