જો તમારી પાસે હજુ સુધી પાનકાર્ડ નથી તો તમે 10 મિનિટમાં તેને બનાવી શકો છો. તેનામાટે તમારે ક્યાંય પણ જવાની જરૂરત નથી અને પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમારે ઓનલાઈન એપ્લાઈ કરવાનું છે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને 10 મિનિટની અંદર નવો પાન નંબર આપી દેવામાં આવશે. એટલું જ નહીં તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.
પાનકાર્ડ મેળવો ફક્ત 10 મિનિટમાં
પોસ્ટ નામ | પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં |
ઓર્ગેનાઈઝેશન | ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ |
સુવિધા | ઓનલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | incometax.gov.in |
PAN Cardનો ઉપયોગ
- પાનકાર્ડમાં નામ, ફોટો અને સહી હોય છે તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે.
- પાનકાર્ડનો મુખ્ય ઉપયોગ આવકવેરો એટલે કે રીટર્ન ભરવા માટે થાય છે. Apply for PAN, પાનકાર્ડમાં દર્શાવેલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડવામાં આવે છે જેના વડે તમારી તમામ લેવડ-દેવડની નોધ લઈ શકાય અને કર ચોરી અટકાવી શકાય.
- પાનકાર્ડનો ઉપયોગથી તમે અન્ય વ્યવહારો કરી શકો છો જેવા કે નોકરી કરતો વ્યક્તિનો પગાર 50 હજારથી વધુ હોય તે સમયે પાનકાર્ડ જરૂરી બને છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંકમાં જ જમા કરવાનો હોય છે.
- હાલમાં તમામ બેન્કોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50 હજારથી વધે તે સમયે કોઈ તકલીફ ન પડે.
- મકાન બનાવવા, પ્રોપર્ટી ખરીદવા કે વેંચતી વખતે પાનકાર્ડ એક અગત્યનો પુરાવા તરીકે ગણવામાં આવે છે.
- બેંકમાં લોન લેતી વખતે પાનકાર્ડ અગત્યોનું પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે.
- જો તમે NRI છો તો તમે સરળતાથી પાનકાર્ડની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો.
PAN Card ડાઉનલોડ કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી
- અપડેટેડ રહેણાંક સરનામું જેમ કે આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા યુટિલિટી બિલ.
- સહી (Signture)
e-PAN Card કેવી રીતે બનાવવું ?
શું તમારી પાસે PAN કાર્ડ નથી? અને જો તમને આજે તમારા PAN નંબરની સખત જરૂર છે, તો તમારે આના માટે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે આ પોસ્ટમાં અમે તમને માત્ર 10 મિનિટ માં ઓનલાઈન પાન કાર્ડ (પરમાનેન્ટ એકાઉન્ટ નંબર) કેવી રીતે બનાવવું તેની તમામ માહિતી આપીશું. તમે તમારા મોબાઇલ ફોન, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા બેઠા તમારો કાયમી એકાઉન્ટ નંબર એટલે કે પાન નંબર મેળવી શકો છો.
આવી રીતે કરો અરજી ?
- https://www.incometaxindiaefiling.gov.in/home ઉપર જાઓ.
- વેબસાઈટમાં દેવામાં આવેલા Quick Linksની તરફ જુઓ, અહીંયા બીજા નંબર પર તમને Instant PAN through Aadhaarનું ઓપ્શન દેખાશે. તેના ઉપર ક્લિક કરો.
- અહીંયા Get New PAN ઉપર જઈને ક્લિક કરો. તેની નીચે ગાઈડલાઈન ઉપર ક્લિક કરીને તમામ પ્રોસેસ જાણી શકો છો.
- તે બાદ જે પેજ ખુલશે તેમાં તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખ્યાં બાદ જાણ કરવાની રહેશે કે તમારી પાસે પેહલાથી જ પાન નંબર નથી. તમારો મોબાઈલ નંબર આધારથી લિંક છે અને જન્મ તારીખ આધારકાર્ડ ઉપર છે અને અરજીકર્તા સગીર નથી.
- તે બાદ જનરેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. તુરંત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. આ ઓટીપીને એન્ટર કરીને વેલિડેટ કરવાનો રહેશે.
- તે બાદ તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ઉપર તમારો પાન નંબર આવી જશે. જેની કોપી પણ ડાઉનલોડ કરી શકો છો. ઈ-પાન પીડીએફ ફોર્મેટ રહેશે.
ઉપયોગી લીંક
સતાવાર સાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |