વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023 : ધંધો કરવા મળશે 8 લાખની લોન

વાજપાઇ બેન્કેબલ યોજના : Vajpayee Bankable Yojana એ Loan Yojana છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્‍ચ કરેલ છે.એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” વિશે વિગતવાર માહિતી મેળવીશું.

શ્રી વાજપેયી બેંકેબલ યોજના

યોજના નું નામ શ્રી વાજપેયી બેંકેબલ યોજના
વિભાગ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનર
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ જ્ઞાતિના લોકોને લાભ મળવાપાત્ર છે
મળવાપાત્ર સહાય 8 લાખ રૂપિયા સુધી નાણાકીય સહાય
સતાવાર વેબસાઇટ https://blp.gujarat.gov.in
શ્રી વાજપેયી બેંકેબલ યોજના

વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બે‍ન્‍કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે.

વાજપેયી બેંકેબલ યોજના માટે કોણ લાભ લઈ શકે

  • ઉંમર: 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
  • લાયકાત: અરજદારે લઘુત્તમ ધોરણ ચોથું પાસ કરેલ હોવું જોઈએ અથવા, તાલીમ/અનુભવ: ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ મેળવવી જોઈએ. સૂચિત વ્યવસાયનો વિસ્તાર અથવા તે જ પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ.
  • આવકનો કોઈ માપદંડ નથી

Vajpayee Bankable Yojana મળવાપાત્ર સહાય

  • ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) 8 લાખની મહત્તમ મર્યાદા
  • સેવા ક્ષેત્ર માટે (Service Sector) 8 લાખની મહત્તમ મર્યાદા
  • વેપાર ક્ષેત્ર માટે (Business Sector) 8 લાખની મહત્તમ મર્યાદા

વાજપેયી બેંકેબલ યોજના માટે આવશ્યક દસ્તાવેજો

  • આધાર કાર્ડ: ઓળખ અને સરનામાનો પુરાવો.
  • વ્યવસાયિક તાલીમ પ્રમાણપત્ર: હસ્તગત કૌશલ્યોનું પ્રદર્શન.
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર: શૈક્ષણિક સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ.
  • જાતિ પ્રમાણપત્ર: સામાજિક જૂથ દર્શાવે છે.
  • સરનામાનો પુરાવો: રહેઠાણનું સરનામું ચકાસી રહ્યું છે.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોઃ અરજદારનો નાનો ફોટો.
  • અરજદારની વિગતો: વ્યક્તિગત માહિતી પૂરી પાડવી.
  • બેંક એકાઉન્ટ પાસબુક: ઉપલબ્ધ ભંડોળ દર્શાવે છે.
  • શાળા/કોલેજની માર્કશીટ: શૈક્ષણિક પૃષ્ઠભૂમિની માન્યતા.
  • વ્યાપાર સ્થાન: વ્યવસાય પરિસર સૂચવે છે.

Vajpayee Bankable Yojanaમાં સહભાગી બેંકો

  • બેંક ઓફ બરોડા
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
  • ICICI બેંક
  • HDFC બેંક
  • દેના બેંક
  • સહકારી બેંક

વાજપેયી બેંકેબલ યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા વિવિધ સહાય આપવા માટે Bankable Loan Registration નામનું ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. વાજપાઈ બેન્કેબલ યોજના માં કઈ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
  • સૌપ્રથમ google માં તમે સર્ચ કરશો ત્યારે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસિયલ વેબસાઈટ https://blp.gujarat.gov.in/header_home.php જોવા મળે છે.
  • ઓફિશિયલ વેબસાઈટ ના હોમ પેજ પર “Bankable Loan Registration” વિક્લ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • જો આપે અગાઉ આ પોર્ટલ પર Registration કરેલ ના હોય તો “Registration” પર ક્લિક કરો.
  • રજીસ્ટર પર ક્લિક કરશો ત્યારે તમારો Mobile Number અને Captcha Code દાખલ કરી આગળની પ્રોસેસ કરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન કરતી વખતે લાભાર્થી પોતાનું Name, Email id, Password , Captcha Code નાખીને રજીસ્ટ્રેશન પૂરું કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન ની પ્રોસેસ પૂરી થયા બાદ હવે Citizen Login પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા Log in કરો.
  • Log in કર્યા બાદ “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરી Online Application કરાવી.
  • ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરવી.
  • લાભાર્થી જે ધંધા માટે અરજી કરતા હોય તેની Scheme Details માં Business Details, Project Details, Finance Required ની માહીતી ભરવી.
  • લાભાર્થીએ Details of Experience/ Training ની તમામ માહિતી વિગતવાર ભરવાની રહેશે.
  • ત્યાર બાદ છેલ્લે Save & Next પર ક્લિક કરવાનું રેહશે.
  • લાભાર્થી અરજીમાં માગેલ પુરાવાઓની PDF ફાઈલ ફોર્મેટમાં અપલોડ કરી
  • છેલ્લી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આમ તમારી અરજી ઓનલાઈન સબમીટ થઈ જશે.

અગત્યની લીંક

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો
Scroll to Top