SSB GD કોન્સ્ટેબલ ભરતી 2022 : 10 પાસ ઉમેદવારો માટે નોકરીની ઉત્તમ તક

SSB કોન્સ્ટેબલ ભરતી 2022: સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 399 જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે. અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ સુધીમાં ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. સશસ્ત્ર સીમા બળ (SSB) માં નોકરી કરવા માંગતા યુવાનો માટે આ નોકરીનો સારો મોકો છે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા GD કોન્સ્ટેબલ ની 399 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 18 થી 23 વર્ષની ઉંમર ધરાવતા અને શારીરિક રીતે તંદુરસ્ત ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ફક્ત ઓફલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી આ ભરતી માટે માન્ય નથી.

SSB કોન્સ્ટેબલ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસશસ્ત્ર સીમા બળ
પોસ્ટનું નામGD કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા)
કુલ જગ્યાઓ399
અરજી પક્રિયાઓફલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડિયા
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ
ઓફિશિયલ વેબસાઈટwww.ssbrectt.gov.in

પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (GD)399

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી ધોરણ 10 અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

ઉમર મર્યાદા

  • 18 થી 23 વર્ષ ની ઉંમર ધરાવતા યુવા ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

  • SSB કોન્સ્ટેબલ (GD) માં સિલેક્ટ થયેલ ઉમેદવાર ને 7 માં પગારપંચ મુજબ રૂ.21700 થી 69100/- સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી, રમતનું સર્ટિફિકેટ, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ ના આધારે કરવામાં આવશે.

અરજી કરી રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssbrectt.gov.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેને સચોટ રીતે ભરીને નોટિફિકેશન માં આપેલા એડ્રેસ પર જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment