ઘણા લાંબા સમય બાદ મેઘરાજા નું આગમન, 18 થી 21 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતના (Gujarat) મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનો વરસાદને અભાવને લઈને કોરોધાકોડ રહ્યા બાદ હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતવા છતાં વરસાદના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી છે. ખેતીના પાક પણ મુળઝાઈ રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમા મેઘરાજા સટાસટી બોલાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા ગુજરાતમાં રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભાવનગર, સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા 4 દિવસ માટે ફિશરમેન વોર્નિંગ જાહેર કરાઈ છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ દિવસોમાં પવનની ગતિ વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. બે દિવસ અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. તો અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર, પાટણ સહિત પવન સાથે ભારે વરસાદ 3 દિવસ રહેશે.

વરસાદને લઈને મોટી આગાહી

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે. ગુજરાત માં 16થી 18 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાઈ છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદના વાદળો બંધાયા છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની આગાહી છે. આમ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. પહેલા દિવસે આણંદ અને પાટણ સિવાય તમામ જગ્યા પર વરસાદ રહેશે. બીજા દિવસે પાટણ અને બનાસકાંઠા સિવાય તમામ સ્થળે વરસાદ રહેશે.

2 દિવસ ભારે વરસાદની સંભાવના

18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જયારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામા વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની આગાગી કરાઈ છે. કચ્છમાં સતત પાંચમાં દિવસે ભારે વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. આજથી 2 દિવસ ભારે વરસાદની સંભાવના છે. 5 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. સુરત, ડાંગ, વાપીમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. જ્યારે છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે.

17 તારીખની આગાહી

દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસદની આગાહી કરવામાં આવી છે.સુરત, નવસારી, ડાંગ,વલસાડ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 તારીખની આગાહી

દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી. અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી , આણંદ, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને તાપીમાં એલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Comment